Poetry In Gujarati
સૂર્યોદયથી ઘડી ની શરૂઆત થાય છે,
આશાની કિરણ જગમગ થાય છે,
સૂર્યાસ્તથી નથી થતો અંત....
આશાની કિરણ જગમગ થાય છે,
સૂર્યાસ્તથી નથી થતો અંત....
ચંદ્રના અજવાડે રાસ ની શરૂઆત થાય છે,
અકલ્પનીય સ્મૃતિઓનું સ્મરણ થાય છે,
અંધારી રાત્રીથી નથી થતો અંત....
અકલ્પનીય સ્મૃતિઓનું સ્મરણ થાય છે,
અંધારી રાત્રીથી નથી થતો અંત....
આપણા પ્રેમથી જીવનની શરૂઆત થાય છે,
અનંતકાળથી અનંતકાળ સુધીના પ્રેમનો એહસાસ થાય છે,
કોઈ એકના મૃત્યુથી નથી થતો અંત....
ફક્ત હિરુની પ્રિયત્તમ માટે
અનંતકાળથી અનંતકાળ સુધીના પ્રેમનો એહસાસ થાય છે,
કોઈ એકના મૃત્યુથી નથી થતો અંત....
ફક્ત હિરુની પ્રિયત્તમ માટે
ઉદાહરણ આપવા માંગુ છું આપણા પ્રેમનું,
અસ્તિત્વ રાખવા માંગુ છું આપણા સંબધનુ,
તમારો પડછાયો બની ને રેહવા નથ માંગતો,
ફક્ત હું બનીને પ્રેમ કરવા માંગુ છુ તમને.
ફક્ત હિરુની પ્રિયતમ માટે
ડુબ્યો છું તારી આખો ના નશામા કઈક એવી રીતે કે
તારો કંઠ જાણે બાંસુરી નો શુ૨
તારા કેશ નો સ્પર્ષ જાણે હવાનો એહસાસ
સમજાતુ નથી આ પ્રેમ હકિકતનો છે સ્વપનનો
સમજાય છે તો ફક્ત એટલુ જ કે આ એહસાસ છે તારો વિચારોનો. ફક્ત હિરુની પ્રિયતમ માટે
ભીંજાયો છું તમારી લાગણીઓ માં
રંગાયો છું તમારા પ્રેમરંગમાં
તમારો આજ છું સ્વપ્નમાં
આવતીકાલ બનીસ હકિકતમાં
ફક્ત હિરુની પ્રિયતમ માટે
તમારા સ્વપનો ને પૂરા કરવા મને ગમે છે
તમારા ચેહરા નુ સ્મિત બનવું મને ગમે છે
તમારા પ્રેમના રંગમા રંગાવુ મને ગમે છે
દુઃખની લેહરો તો રહેવાની જીવનમાં
પણ સુઃખનો કીનારો બનવું મને ગમે છે
ફક્ત હિરુની પ્રિયતમ માટે
પાણી ની જેમ આકાર બદલતો રહું છુ
પવનની જેમ વાતાવરણમાં અદ્રસ્ય થતો જાઉ છું
કાલ્પનિકતા માં તમને મેહસુસ કરતો રહુ છું
વાસ્તવિકતા ને સ્વિકારી જીવતો રહું છું
ફક્ત હિરુની પ્રિયતમ માટે.
મારા શબ્દ નુ વ્યાકરણ છે તું, ભીંની માટી ની સુગંધ છે તુ,
સરસર કરતી હવા છે તું, પાનખરની ઋુતુ છે તું,
હુ નથી જાણતો કોણ છે તુ ! જાણુ છુ તો એટલું જ કે
મારી અંદર મચાવતી ધમાલ છે તું.
ફક્ત હિરુની પ્રિયતમ માટે
હૈયાની વાત હોઠ પર લાવતા રહી ગઈ,
ઘણાં સંકોચ થી હિંમત મારી તુટી ગઇ,
હૃદય માં છબી તમારી રહી ગઇ, ને
વાર્તા મારી અધૂરી રહી ગઈ......
ફક્ત હિરુની પ્રિયતમ માટે
તારા વ્હાલ ના પાણીથી ભીંજાવુ છે આ હોળીએ,
તારા મધૂર અવાજ ના શબ્દો થી થણગણાટવુ છે આ હોળીએ, લાજશરમ ને નેવે મુકવી છે આ હોળીએ,
તારા સ્પર્ષ ની અનુભૂતી કરવી છે આ હોળીએ,
બીજુ કઈ નહી પણ,
તારા પ્રેમના રંગમાં રંગાવું છે આ હોળીએ.
ફક્ત હિરુની પ્રિયત્તમ માટે
Comments
Post a Comment